લોટસ આયુર્વેદ રીર્સચ એન્ડ હોસ્પિટલ ટ્રસ્ટ

સંચાલિત

અખંડ આનંદ આયુર્વેદિક ઔષધ નિર્માણ

   ગુજરાતને સાત્વિક એટલીજ સોંધી વાંચન સામગ્રીથી ન્યાલ કરી દેનાર ભિક્ષુ અખંડ આનંદજીનું હ્રદય અનેક લોકહિતૈષી કામો અને લાગણીઓથી ઉભરાતું હતું અને એમને હરડે ટીકડી તેમજ ખાખરાના અર્ક જેવા સાદા એટલાજ સત્વશીલ ઔષધો સસ્તાભાવે સર્વજન સુલભ કર્યા હતા. ભિક્ષુજીની પરંપરા આગળ ચલાવવા સારૂ જાણીતા અર્થશાસ્ત્રી શ્રી મનુ સુબેદારે લોટસ આયુર્વેદ રીર્સચ એન્ડ હોસ્પિટલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને ટ્રસ્ટના નેજા હેઠળ અખંડ આનંદ આયુર્વેદિક ઔષધ નિર્માણની પ્રવૃતિ હાથ ધરવામાં આવી તે સમયે ટ્રસ્ટ સાથે ટ્રસ્ટી તરીકે જોડાઈ ચુકેલાં શ્રી એચ.એમ.પટેલે અને તેમના અવસાન બાદ શ્રી આનંદભાઈ અમીને નેતૃત્વ પુરુ પાડયું. શ્રી આનંદભાઈ અમીને સને- ૨૦૨૦ સુધી ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી.  હાલમાં શ્રી પરેશભાઈ અમીન, શ્રી હર્ષદભાઈ શાહ, શ્રી પ્રશાંતભાઈ અમીન અને શ્રી અનુપભાઈ દેસાઈ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે. અને અત્યારસુધીની ટ્રસ્ટની પ્રણાલી અને કાર્યપધ્ધતિ પ્રમાણે જેમાં શુધ્ધ અને શાસ્ત્રોકત રીતે સર્વજન ઉપયોગી ઔષધીઓ તૈયાર કરવાની ભાવના મુખ્ય છે. અને સમાજ પ્રત્યેની નિષ્ઠાપૂર્વક છેલ્લા ચાર દાયકાથી ચાલતી આ કામગીરીથી સંસ્થા દ્રારા તે ભાવનાને અનુરૂપ શુધ્ધ અને શાસ્ત્રોકત પધ્ધતિએ ચૂર્ણ, ટીકડી, ગુટીકા-વટી(ખરલીય રસાયન), ટીકડી(ખરલીય રસાયન), ગુગળ, અવલેહ, કવાથ, તૈલ વગેરે જુદી જુદી ૧૪૦  પ્રકારની આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરે છે. અને દરેક ઔષધીઓનું ઉત્પાદન ઉચ્ચ પ્રકારની ગુણવત્તાથી થાય તેનું ધ્યાન રાખે છે. જેને કારણે આયુર્વેદિક ફાર્મસીઓમાં સંસ્થાને ગૌરવભર્યુ સ્થાન મળ્યું છે